લિબીયામાં આતંકવાદીઓની ચુંગલમાંથી 7 ભારતીયોનો આખરે છૂટકારો, ગત મહિને કર્યા હતા કિડનેપ
ઉત્તર આફ્રિકી દેશ લિબીયા (Libya)માં અપહરણ કરાયેલા 7 ભારતીયોનો આખરે છૂટકારો થયો છે. ટ્યૂનિશિયામાં ભારતીય રાજદૂત પુનિત રોય કુંદલે આ અંગે જાણકારી આપી. આતંકવાદીઓએ ગત મહિને સાત ભારતીયોનું અપહરણ કર્યું હતું. અપહ્રત ભારતીયો ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, ગુજરાત, અને બિહારના રહીશ છે.
Trending Photos
ટ્યૂનિસ (ટ્યૂનિશિયા): ઉત્તર આફ્રિકી દેશ લિબીયા (Libya)માં અપહરણ કરાયેલા 7 ભારતીયોનો આખરે છૂટકારો થયો છે. ટ્યૂનિશિયામાં ભારતીય રાજદૂત પુનિત રોય કુંદલે આ અંગે જાણકારી આપી. આતંકવાદીઓએ ગત મહિને સાત ભારતીયોનું અપહરણ કર્યું હતું. અપહ્રત ભારતીયો ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, ગુજરાત, અને બિહારના રહીશ છે.
આ ભારતીયોનું અપહરણ ગત મહિને 14 સપ્ટેમ્બરના રોજ લિબીયાના અસ્સહવેરિફ વિસ્તારમાંથી કરાયું હતું. આ ભારતીયો ભારત પાછા ફરવા માટે ત્રિપોલી એરપોર્ટ જઈ રહ્યા હતાં ત્યારે તેમનું અપહરણ કરી લેવાયું હતું. ભારતે ગુરુવારે કિડનેપિંગની પુષ્ટિ કરતા કહ્યું હતું કે તમામને બચાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે અપહ્રત નાગરિકોની ભાળ મેળવવાની સાથે સાથે તેમને જલદી મુક્ત કરાવવા માટેના દરેક શક્ય પ્રયત્ન થઈ રહ્યા છે. તમામ નાગરિકો લિબીયામાં કન્સ્ટ્રક્શન એન્ડ ઓઈલ ફિલ્ડ સપ્લાય કંપનીમાં કામ કરતા હતાં.
Seven Indians who were kidnapped in Libya have been released. More details awaited. pic.twitter.com/SeWSwYSeOz
— ANI (@ANI) October 11, 2020
લિબીયામાં ભારતીય દૂતાવાસ નથી. પાડોશી દેશ ટ્યૂનીશિયામાં ભારતીય દૂતવાસ જ લિબીયામાં ભારતીય નાગરિકોના વેલફેરનું ધ્યાન રાખે છે. લિબીયા સરકાર અને ત્યાં રહેલા આંતરરાષ્ટ્રીય સંગઠનોનો સંપર્ક કરીને ભારતીય નાગરિકોને મુક્ત કરાવવા માટે મદદ માંગવામાં આવી હતી.
અત્રે જણાવવાનું કે ભારત સરકાર તરફથી સપ્ટેમ્બર 2015માં નાગરિકોને સુરક્ષા દ્રષ્ટિથી લિબીયાની મુસાફરી કરવાથી બચવાની સલાહ અપાઈ હતી. મે 2016માં સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે લિબીયાની મુસાફરી પર સંપૂર્ણ પ્રતિબંધ પણ લગાવ્યો હતો. આ પ્રતિબંધ હજુ પણ ચાલુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે